અરવલ્લી જિલ્લામાં વરસેલા ભારે વરસાદથી જળાશયો છલકાઈ રહ્યા છે.ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે શામળાજી ના મેશ્વો ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. ડેમની પાણીની સપાટી 214.60 મીટર સુધી પહોંચી છે.ડેમમાંથી પાણી ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરાયો છે.મોડાસા,ભીલોડા અને ધનસુરા તાલુકાના કુલ 27 ગામોને આગાહીરૂપે ચેતવણી આપવામાં આવી છે.તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને નદી–નાળા પાસે ન જવા અપીલ કરવામાં આવી છે.