પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પ્રાંત અધિકારી એન.બી. મોદીની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં તમામ ગણેશ મંડળોને દેશભક્તિ થીમ પર પંડાલો તૈયાર કરવા અનુરોધ કરાયો. રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ ગણેશ પંડાલ માટે સ્પર્ધાનું આયોજન થશે, જેમાં પ્રથમને રૂ. 5 લાખ, દ્વિતીયને રૂ. 3 લાખ અને તૃતિયને રૂ. 1.50 લાખનો પુરસ્કાર આપવામાં આવશે. પસંદગી માટે શણગાર, સામાજિક સંદેશ, ઇકો-ફ્રેન્ડલી પ્રતિમા, દેશભક્તિ આધારિત પ્રસ્તુતિ અને સ્વદેશી પંડાલ જેવા માપદંડો નક્કી થયા છે.