ચલાલામાંતસ્કરોએ જાણે કે પડકાર ફેંકતા હોય તેમ એક જ રાતમાં બે દુકાનોને નિશાન બનાવી હતી. ચોર ઈસમો બંને દુકાનમાંથી મળી રૂ.૧,૧૪,૪૦૦નો મુદ્દામાલ ચોરીને અંધારામાં ઓગળી ગયા હતા. બનાવ અંગે અલીઅજગરભાઈ સીરાજભાઈ કપાસી (ઉ.વ.૩૨) એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે,તેમની દુકાનના શટરનો નકુચો તોડી ત્રાટકેલા ચોર ઇસમો રોકડા ૮૫,૦૦૦, સીસીટીવીનું ડીવીઆર, ૧૨ જોડી પુરુષોને પહેરવાના કપડા, પુરુષોને પહેરવાના પેન્ટ આરોપી થયા ફરાર. પોલીસ દ્વારા તપાસ શરૂ છે.