આજે તારીખ 12/09/2025 શુક્રવારના રોજ સાંજે 4 કલાક આસપાસ મોબાઇલ ફોન મૂળ માલિકને પરત કરાયો.પ્રાપ્ત માહિતી મુજબ રેલવે પોલીસને રૂ. 15,499/-કિંમતનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો.તપાસ બાદ મૂળ માલિકની ઓળખ કરી મોબાઇલ ફરીયાદીને સોંપવામાં આવ્યો.આ ઘટનાથી દાહોદ રેલવે પોલીસની જનસેવા તથા જવાબદારીપૂર્ણ કામગીરી ઉજાગર થઈ છે. "તેરા તુજકો અર્પણ" સૂત્રને સાર્થક કરતા પોલીસ દ્વારા ખોવાયેલ સામાન પરત આપવાની કાર્યવાહીથી યાત્રીઓને ભરોસાપાત્ર બનતી જોવા મળી.