વિસનગરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ છે. આ વર્ષે પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા કડા વિસનગર હાઈવે રોડ પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પ પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જેમાં આરામ, ચા પાણી નાસ્તો, જમવા, મેડિકલ સહિતની સુવિધાઓ કરવામાં આવી છે.