કિરણસિંહ કોદરસિંહ ચૌહાણ પાલેવા નવાપરા ખાતે રહે છે. જેઓ બાઇક લઇને અમરાપુર જવા નીકળ્યા હતા. કિરણસિંહ સાપાવાળા રોડથી દહેગામ-રખિયાલ રોડ ઉપર જાલીયા મઠ સ્ટેન્ડ બાજુ રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમ્યાન જીજે 18 ઝેડ ટી 0110 એસટી બસના ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં કિરણસિંહને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.