વડોદરા : આજવા રોડ પર ઈબ્રાહીમ બાવાણી પાસે આવેલા ફાતિમા કોમ્પ્લેક્સ,આયસા અને ઝેનબ પાર્ક પાસે ટીપી રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી.જોકે,વિસ્તારના લોકોએ વિરોધ કરતા મામલો બીચકયો અને ટોળું એકત્ર થતા પાલિકા,પોલીસ, લોકો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો હતો.મોબાઈલ તૂટવા સાથે કેટલીક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા,જ્યારે લોકોએ આક્ષેપ કરી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.