ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે સાતપુલ વિસ્તારમાં વેજલપુરથી ગાય લાવીને કતલ કરનારા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા, બંને ઇસમો છોટા હાથી ટેમ્પોમાં જર્સી ગાય અને વાછરડી લાવ્યા હતા, પોલીસે કુલ રૂ 93 હજારનો મુદ્દામાલ કબ્જે કરીને ત્રણ ઇસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો.