સુરત પશ્ચિમના ધારાસભ્ય પુર્ણેશ મોદીની આગેવાનીમાં 75 જેટલી બસમાં સુરતના સીનીયર સીટીજન અંબાજી ખાતે ગયા હતા ત્યાર બાદ અમુક બસો સાથે તેઓએ વડનગરની મુલાકાત કરી હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીના પખવાડિયા નિમિત્તે ચાલી રહેલા યજ્ઞમાં ભાગ લીધો હતો. સાથે જ વડનગરના જોવા લાયક સ્થળોની સિનિયર સીટીજન સાથે મુલાકાત લીધી હતી. વડનગરને જોઈને સિનિયર સીટીજનોએ ખૂબ આનંદ સાથે પુર્ણેશ મોદીનો આભાર માન્યો હતો.