પારડી તાલુકાના બરઈ ગામે દુકાનદાર પર જીવલેણ હુમલાની ઘટના બની છે. બરઈ ગામે પટેલ ફળીયામાં રહેતા મયુર વિનોદભાઈ કો-પટેલ (ઉંમર 35) પોતાના ઘરની સામે જનરલ સ્ટોર ચલાવે છે. તા. 31/08/2025ની સાંજે તેઓ દુકાન પર હતા ત્યારે ગોઇના જીગર ઠાકોરભાઈ કો-પટેલ અને ધ્રુવ સુરેશ કો-પટેલ ક્રેટા કાર (નંબર DN-09-Q-1569)માં આવી પહોંચ્યા હતા.