બાબતે પ્રાપ્ત માહિતી મુજબ અનવર કાળુભાઈ શેખ (ઉંમર વર્ષ 30, રહે. ચંદ્રપુર, તાલુકો વાંકાનેર) નામનો યુવાન પંચાસર ગામે હતા ત્યારે સામેવાળા તેના નાના ભાઈ ઈમરાન તથા ઈમરાનના પત્ની રહેમતબેન અને તેની સાથેના માણસોએ ઝઘડો કરીને લાકડાના ધોકા વડે મારતા માથે અને શરીરે ઇજા થતાં વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.