ઐતિહાસિક માંડવી દરવાજો જર્જરિત થવાના મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.હવે ટૂંક સમયમાં જ માંડવી દરવાજાનુ સમારકામ શરૂ કરાશે. જે સંદર્ભે ચાર દરવાજા વિસ્તારમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ મુકાયો છે.અન્ય વાહનો માટે પણ નો એન્ટ્રી નો પાર્કિંગ ઝોન જાહેર કરાશે.કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે વ્યવસ્થા ઉભી કરાશે.વ્યાપારીઓ રાતના 11 થી સવારના 5 વાગ્યા સુધી માલસામાનની હેરફેરી કરી શકશે.રસ્તા પરના તમામ નાનામોટા દબાણો દૂર કરાશે.