જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં આવેલી સાવજ ડેરીમાં કામ માટે આવેલા મૂળ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના ભામઈ ગામના વતની ગુલશનભાઈ ઉપેન્દ્રભાઈ કઠેરીયા નામના શ્રમિક સાવજ ડેરીમાં મૂકવામાં આવેલા જનરેટર પાસે હતા આ વેળાએ તેઓએ મોબાઈલ ચાર્જ કરવા માટે પ્રેયત્ન કરતા તેઓને જનરેટરમાંથી જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. ફેંકાઈ ગયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું