માણસા તાલુકામાંથી સાબરમતી નદી પસાર થાય છે. જેમાં લાકરોડા ચેકડેમ અને અનોડિયા પાસેથી સાબરમતી નદી પસાર થાય છે. શનિવારે બપોરે 12 વાગ્યા મુજબ ડોડીપાળ સાબરમતી નદી કિનારે મગર જોવા મળ્યો હતો. મગર જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગુરેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા મુજબ મોડી રાત્રે નદી કિનારે મગરે દેખા દીધી હતી. જે બાદ સવારે રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી.