સુરતના નાના વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 22 વર્ષના યુવકે બે સંતાનોની માતા અને 32 વર્ષીય પરિણીતાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી તેના પર બળાત્કાર ગુજાર્યો છે. આ અંગે ભોગ બનેલી મહિલાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવક ફેનિલ દિનેશ અણઘણ ની ધરપકડ કરી છે.નાના વરાછા વિસ્તારમાં રહેતો ફેનિલ અણઘણ એમ્બ્રોઈડરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આશરે બે વર્ષ પહેલાં તેની મુલાકાત પરિણીતા સાથે થઈ હતી.