થરાદના છનાસરા ગામે ગ્રામજનોએ દારૂ મુક્તિ અભિયાન શરૂ કર્યું છે. ગામમાં દારૂના વેચાણ, સેવન અને ઉકાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે.ગામના લોકોએ કડક નિયમો અને દંડની જોગવાઈ કરી છે. જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂનું વેચાણ કરતા કે દારૂ ઉકાળતા પકડાશે તો તેને ₹21,000નો દંડ કરવામાં આવશે. બહારના લોકો માટે વધુ કડક નિયમ બનાવવામાં આવ્યો છે. અન્ય ગામના લોકો છનાસરામાં દારૂ વેચતા પકડાશે તો તેમને પોલીસને સોંપવામાં આવશે.