This browser does not support the video element.
ઉધના: સૂરત:દિલ્હી-એનસીઆરમાં રખડતા શ્વાનોને પકડવા, કાયમી આશ્રય ગૃહોમાં રાખવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે સુરતમાં વિરોધ
Udhna, Surat | Aug 17, 2025
સુરત દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને પકડવા અને કાયમી ધોરણે આશ્રય ગૃહોમાં રાખવાના સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ સામે, સુરતના જીવદયા પ્રેમીઓએ સખત વિરોધ નોંધાવ્યો છે. શહેરના જાણીતા જીવદયા પ્રેમી ધર્મેશ ગામીએ મજુરા ફાયર સ્ટેશન સામે એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને આ નિર્ણય સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.આ વિરોધ પ્રદર્શનમાં જીવદયા પ્રેમીઓએ 'હમ ભી પ્રકૃતિ કા હિસ્સા હૈ, હમે કૈદ મેં રખના યોગ્ય નહીં' જેવા સૂત્રોચ્ચાર સાથે પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા.