ભાદરવી પૂનમના મહામેળામાં ગોધરા તાલુકાના ભીમા ગામથી અંબાજી સુધી પગપાળા સંઘ પરંપરા મુજબ પહોંચ્યો હતો. છેલ્લા 20 વર્ષથી ચાલતી આ પરંપરામાં આ વર્ષે પણ 57 માઇભક્તો જોડાયા હતા, જેમાં જિલ્લા પંચાયત સભ્ય તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વિનોદભાઈ ભગોરા અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. તા. 28મીથી આરતી સાથે નીકળેલો સંઘ વરસાદ વચ્ચે પણ સમયસર અંબાજી પહોંચ્યો અને માતાને નવરાત્રિ નિમિત્તે આમંત્રણ પાઠવ્યું.