વડોદરા : સ્વચ્છતા રેન્કિંગમાં થયેલા ઘટાડાને લઈને પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રિવ્યુ બેઠક બોલાવી હતી આ બેઠકમાં વોર્ડ ઓફિસરોને જવાબદારીથી કામ કરવા તાકીદ કરી હતી. હેરિટેજ ઇમારતોની જાળવણી અંગે પણ સૂચનાઓ આપવામાં આવી છે.જ્યારે આ બેઠકમાં સોલીડ વેસ્ટ સેગ્રીગેશન ઉપર ખાસ ભાર મૂક્યો હતો.134 જેટલા ગાર્ડનને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.