રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજે સવારે એક અદ્ભુત ઘટના જોવા મળી, જ્યાં ૨૦ ફૂટ ઊંડી પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગયેલી ૬ વર્ષની બાળકીનો સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. જંગલેશ્વરના રહેણાંક વિસ્તારમાં પોતાના જ ઘરે રમતી રમતી ૬ વર્ષની બાળકી અચાનક ખુલ્લી રહેલી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. જાણ જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરતા તેઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તેઓએ ટાંકીમાંથી બાળકીને બહાર કાઢી હતી.