ચુવા ગામે જૂની અદાવત રાખી ગત ગુરુવારના રોજ ગામમાં રહેતા રમણભાઈ ચાવડા નામના યુવક પર ગામના શખ્સોએ લાકડીઓ વડે હુમલો કરી મરી જાય તેવો માર મારતાં સારવાર અર્થે થરાદ બાદ પાલનપુર ખસેડાયો હતો જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં ચાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા ડોગસ્કોર્ડ. ફિંગર પ્રિન્ટ.એફએસએલ સહિત ટીમની મદદ લીધી હતી.ફરાર આરોપીઓ પૈકી સુરેશ વણાભાઈ રબારીને ઝડપી પાડી અન્ય ફરાર ત્રણ હત્યારાઓ રાજસ્થાનથી ઝડપી લીધા છે.