સુરતના પાંડેસરા વિસ્તારમાં થયેલી એક હત્યાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે. આ સાત આરોપીઓમાંથી ત્રણ જુવેનાઇલ છે. જોકે, આ હત્યાનો મુખ્ય આરોપી અવધેશ સહાની હજુ પણ ફરાર છે અને પોલીસ તેને પકડવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. આરોપીએ જુની અદાવતમાં યુવકની હત્યા કરી હતી.બે દિવસ પહેલાં જ જેલમાંથી છૂટેલા અવધેશ સહાનીએ તેના અન્ય 9 સાગરીતો સાથે મળીને એક યુવક, સંદીપસિંગ,ની અંગત અદાવતમાં હત્યા કરી હતી.આ ઘટના વડોદ ગામમાં બની હતી.