ગાંધીનગરના અડાલજ ખાતે રહેતા ગોલ્ડલોન કંપનીના મેનેજર સાથે ઓનલાઈન પાર્ટ-ટાઈમ જોબના બહાને 15.25 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કિસ્સામાં પ્રારંભિક તપાસ દરમિયાન 43,512ની રકમ રિકવર કરી પોલીસને સફળતા મળી હતી.