ગાંધીનગરના અડાલજ ગામના 58 વર્ષીય વૃદ્ધ દસક્રોઈના ખોડિયાર ગામે મૃત પામેલા ઢોરની ખાલ ઉતારી નિકાલની કામગીરી કરી રહ્યાં હતાં. આ દરમિયાન ચાર અજાણ્યા યુવકોએ છરી અને લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.