સાવલી: સાવલી અને ડેસર તાલુકાના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે સમી સાંજે આ વિસ્તારોમાં સુસવાટા મારતા ભારે પવનો ફૂંકાવા લાગ્યા હતા અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જાણે મીની વાવાઝોડું ત્રાટક્યું હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.