વિસનગરના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિકનો ભયંકર જામ સર્જાયો હતો, જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સૌથી ગંભીર પરિસ્થિતિ પાલડી ચોકડીથી કાંસા ચોકડી સુધીના માર્ગ પર જોવા મળી હતી, જ્યાં વાહનોની લાંબી અને અનંત કતારો લાગી ગઈ હતી.