મૂળી હાઈવે પર સતત બીજા દિવસે અકસ્માતના બનાવમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે જેમાં આજે ૧૦ જૂનના રોજ સવારના સમયે ઈકો કાર ડુવૈદર સાથે અથડાતા કારમાં સવાર સાત જેટલા લોકોને ઇજા અને કાર ચાલક ભવસંગભાઈ ઉર્ફે મનુભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ તરફ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી મૃતકને પીએમ અંગેની કામગીરી હાથ ધરી હતી.