મહેસાણા શહેરની સ્થાપના થયાને આજે 667 વર્ષ પૂરાં થયા છે. રાજા મેસાજી ચાવડાએ મહેસાણા શહેરની સ્થાપના આજના દિવસે તોરણ બાંધીને કરી હતી શહેરના જન્મદિવસ નિમિત્તે સવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રા મહેસાણા તોરણવાડી બજારથી શરૂ થઈ ભાટવાડા, નીચા ભાટવાળા, ઊંચી શેરી અને આઝાદ ચોક સુધી ધામધૂમથી આગળ વધી હતી જેમાં અનેક સમાજના લોકો જોડાયા હતા,