સુરતના ઉમરા વિસ્તારમાં રેપિડ એકશન ફોર્સ અને ઉમરા પોલીસ દ્વારા મંગળવારે બપોરે બે કલાકે ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું હતું.ફૂટ પેટ્રોલિંગ હાથ ધરી સમગ્ર ગણેશ વિસર્જનના રૂટ નું નિરીક્ષણ કરાયું હતું.રેપિડ એક્શન ફોર્સ ના અધિકારી તેમજ ઉમરા પોલીસ મથકના પીઆઇ,એસીપી સહિતના અધિકારી અને સ્ટાફ ફ્લેગ માર્ચમાં જોડાયો હતો.આગામી ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઈ વિસર્જન રૂટ પરની તૈયારીઓની ઓન સમીક્ષા કરવામાં આવી હતી.