મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર રોડ જે ટ્રાફિકથી સતત ધમધમતો રહે છે, તેની હાલત છેલ્લા ઘણા સમયથી કફોડી બની છે. રસ્તા પર ખાડા પડી ગયા છે અને તેમાં પણ ગટરના ઉભરાતા પાણી વહી રહ્યા છે. આ કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.