વાંકાનેર શહેરના નાગરિકો અંધેરી નગરીમાં વસવાટ કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે, જે વાતને સાર્થક પુરવાર કરતો દાખલો શહેરના પ્રતાપ રોડ પર ભમરીયા કુવા નજીકથી સામે આવ્યો છે, જેમા અહી પાંચ દિવસ પૂર્વે સતત ટ્રાફિકથી ધમધમતા એવા મુખ્ય રોડ પર પડેલા મસ મોટા ગાબડાને પુરવા માટે તંત્રને આજ સુધી સમય ન મળતાં શેરીજનોને ભારે હલાકી ભોગવી પડી રહી છે, જેના કારણે અત્યાર સુધીમાં આ મસ મોટા ગાબડામાં પાંચથી વધારે વાહનો ફસાયા હોય જેને જેસીબી મશીન ની મદદથી બહાર કાઢવામા આવ્યા છે.