અંબાજીમાં ભાદરવી ના મહામેળામાં સતત બીજા દિવસે ડ્રોન શો નું આયોજન કરાયું હતું. 400 ડ્રોન વડે અંબાજીના આકાશમાં રંગબેરંગી ધાર્મિક કલાકૃતિઓ બનાવવામાં આવી હતી ડ્રોન શો યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને ડ્રોન શો જોઈ યાત્રીકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા યાત્રિકો જ્યાં હતા ત્યાં જ રોડ પર ઉભા રહી ડ્રોન શો જોવા લાગી ગયા હતા