વડોદરા : ગેરરીતિ આચરતા પાલિકાના ડોર ટુ ડોર ના વાહનોને કાબુમાં લેવા માટે હવે પાલિકા જીપીએસ એપ્લિકેશન નો ઉપયોગ કરશે. આ મામલે આજથી પૂર્વ ઝોનની કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની ટ્રેનિંગની શરૂઆત કરવામાં આવી છે.ગાડીએ કેટલી સોસાયટી મિસ કરી છે. કેટલા પોઇન્ટ મિસ કરી છે. તે જાણી શકાશે અને મિસ કર્યા હોય તો ત્યાં ફરીથી ગાડી મોકલીને કવર કરી શકાશે. અને તેમ છતાં ન ગઈ હોય તો તેની પેનલ્ટી કરી શકાશે.વધુ માહિતી એએમસી સુરેશ તુવેરે આપી હતી.