જામળા ગામમાં રહેતું એક દંપતિ પોતાના દીકરાના ઘરે ગણેશ વિસર્જન માટે ગયા હતા અને રાત્રે ત્યાં જ રોકાઈ ગયા હતા. તે દરમિયાન રાત્રે તેમના બંધ મકાન ને તસ્કરો એ નીશાન બનાવ્યું હતું. અને તેમાં રહેલ સોના ચાંદીના દાગીના મળી કુલ 3.41 લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ગામમાં એક સાથે ત્રણ ઘરમા તસ્કરો ત્રાટક્યા હોવાના પગલે ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ ફેલાવા પામ્યો છે.