સમી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં ઓક્સિજન પ્લાન્ટની કોપર પાઇપની ચોરીનો બનાવ સામે આવ્યો છે. PHCના ઇન્ચાર્જ અધિક્ષક નરેન્દ્રભાઈ હેમરાજભાઈ ચૌધરીએ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા શખ્સે PHC સેન્ટર સમી ખાતે સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટમાંથી કોપર પાઇપની ચોરી કરી છે.ચોરી થયેલી પાઇપનું માપ 28 mm x 0.9 mm છે. પાઇપની લંબાઈ 42 ફૂટ છે. આ પાઇપની કિંમત અંદાજે 30,000 છે. પોલીસે આ મામલે ગુનો નોંધી લીધો છે. આરોપીને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.