આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ તા. 02/10/2025, ગુરૂવારે સવારે 11.30 વાગે ધોળકા ખાતે મલાવ તળાવ ગાર્ડનમાં આવેલી ગાંધીજીની પ્રતિમાએ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડા લોકસભા પ્રભારી ભરતભાઈ પટેલ, ધોળકા વિધાનસભા પ્રભારી નસીમ અંસારી, ધોળકા શહેર પ્રમુખ બળદેવભાઈ ઠાકોર ઉપરાંત બળવંતભાઈ ચૌહાણ, વિનોદભાઈ વેગડા, રાહુલભાઈ સહિતના આગેવાનો અને કાર્યકરોએ હાજર રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.