ખરીફ પાકો માટે હાલમાં ટેકાના ભાવે ખરીદી માટેની રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ભારત સરકારશ્રીના નિયંત્રણ હેઠળના નાફેડ દ્વારા ઈ-સમૃદ્ધિ પોર્ટલ ઉપર તારીખ ૦૧-૦૯-૨૦૨૫ થી શરૂ થયેલ છે. ખેડૂતો ખરીફ પાકો ટેકાના ભાવે ખરીદી માટે આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. પોર્ટલ માં એક સાથે VCE મારફત ખેડૂતોનું વધુ પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરવાથી તેનું પોર્ટલ ઉપર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયેલ.