વડોદરા : વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે,શહેરના કોટેશ્વર ગામ,સમૃદ્ધિ મેનશન, કાંસા રેસિડેન્સી સહિતનો વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે.વિશ્વામિત્રી નદીના પાણી નાળા પર ફરી વળ્યાં છે.ત્યારે પાલિકાના જવાબદાર અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે. જેસીબીની મદદથી અધિકારીઓ અને સ્ટાફ અંદર પહોંચ્યા હતા અને પબ્લિક એનાઉન્સમેન્ટના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી રહી છે.