હાલોલ શામળાજી હાઈવે ઉપર ઠેર ઠેર મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે ટોલ કંપની અને સંબંધિત તંત્ર દ્વારા આ મામલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે પરિણામે નિર્દોષ વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આજ રોજ રવિવારે સવારે સિનેમા સીટી સામે હાઈવે ઉપર મધ્ય પ્રદેશથી વડોદરા તરફ જતો મીની ટેમ્પાનુ ટાયર ખાડામાં પડવાથી પાછલું વ્હીલ ફાટી જવા પામ્યુ સદભાગ્યે ટેમ્પા પાછળ કોઈ વાહન આવતુ ન હોય અકસ્માત ટાળ્યો હતો. મીડિયાના માધ્યમથી વારંવાર રોડ ઉપરના ખાડા બાબતે અહેવાલ પ્રસિદ્