રાજકોટ: શહેરના કેકેવી ચોક પાસે આવેલી શ્રીજી હોટલ પાસેથી મોડી રાત્રે એક થાર કારની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. કાર માલિકે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાત્રિના સમયે કાર માલિકે પોતાની થાર કાર શ્રીજી હોટલ પાસે પાર્ક કરી હતી. સવારે જ્યારે તે પરત ફર્યા ત્યારે કાર ત્યાં નહોતી. આજુબાજુના વિસ્તારમાં તપાસ કર્યા બાદ પણ કારનો કોઈ પતો ન લાગતા માલિકે સીસીટીવી ફૂટેજની તપાસ કરતા કાર ચોરી થઇ સામે આવ્યું હતું