સુરત: હંમેશા સંવેદનશીલ ગણાતા સુરતના લિંબાયત વિસ્તારમાં ગણેશ વિસર્જન યાત્રા કોમી સૌહાર્દ અને ભાઈચારાની અનોખી મિસાલ બની રહી. ડીજેના તાલે અને ઢોલ-નગારાના ગગનભેદી અવાજ સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ ભક્તો જોડાયા હતા.લિંબાયતમાં ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન ભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીજે, ઢોલ અને નગારાના સથવારે ભક્તો 'ગણપતિ બાપા મોરિયા'ના નારા લગાવતા નાચતા-ગાતા બાપાની વિદાય આપી રહ્યા હતા.