જુનાગઢ બી ડિવિઝન પોલીસના સ્ટાફને સંયુક્તમાં ખાનગી રહે બાતમી મળેલ કે જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉમિયા નગર શ્રીરામ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 302 માં રહેતા ચિરાગ ઉર્ફે બાવ દિલસુખભાઈ કણસાગરા નામનો વ્યક્તિ પોતાના રહેણાક મકાને બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારું લાલ ના પૈસા કાઢી જુગારનો અખાડો ચલાવે છે જે બાતમીના આધારે રેડ કરી 82,710 રોકડા તથા 5 મોટરસાયકલ મળી કુલ 2.07 થી વધુના મુદ્દા માલ સાથે આઠ ઈસમોને ઝડપી જુગારધારા એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરાયો છે.