નસવાડી દેવલીયા રોડ ઉપર ગોધામ પાટીયા પાસે કોંગ્રેસ દ્વારા ચકકાજામ કર્યું હતું. નસવાડી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત જવાનો રસ્તામાં બે બે ફૂટના ખાડાઓ પડી જતા લોકો હેરાન પરેશાન થતા કોંગ્રેસ દ્વારા ભારે સુત્રોચાર સાથે વિરોધ પ્રદશન કર્યું છે. હાય રે ભાજપ હાય હાય ના નારાઓ લગાવી રસ્તાના ખાડામાં ફસાયેલી ગાડીઓ ઉઠાવી બહાર કાઢી હતી. અધિકારીઓ અને સરકારને જગાડવા નેશનલ હાઇવે 56ને ચક્કરજામ કર્યું હતું.