માણસા-ઇટાદરા ચોકડી પર કોલેજ શોપિંગ સેન્ટરમાં આવેલ બ્રહ્માણી મોબાઇલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. કોલેજના ખૂલ્લા મેદાનમાં પાછળના ભાગેથી દુકાનની પાછળ આવેલ બારીના સળિયા કાપી દુકાનમાં પ્રવેશ્યા હતા. દુકાનમાં રહેલા 179662 રુ.ની કિંમતના કુલ 18 મોબાઇલની ચોરી કરી પલાયન થયા હતા. ચોરી અંગે પંકજકુમાર વિઠ્ઠલભાઈ પ્રજાપતિએ માણસા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.