અમદાવાદમાં આ નવરાત્રીનું રંગીલું આયોજન ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યું છે. ગુજરાતના લોકપ્રિય ગાયક કીર્તિદાન ગઢવી અમદાવાદના ખેલૈયાઓને પોતાના લોકગીતો અને ગરબાના સ્વરો પર ઝૂમાવશે.આ નવરાત્રીમાં SP રિંગ રોડ પર આવેલ એસી ડોમમાં 9 દિવસ સુધી રમઝટ બોલાશે. આ ભવ્ય ડોમમાં એકસાથે 17,500 ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.