23 ઓગસ્ટના રોજ રાતે 1.30 કલાકે ધરોઈ ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા સાબરમતિ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાં સવારે 8 વાગ્યા સુધી પણ 2 દરવાજા ખુલ્લા હતા જે વધારીને 4 ગેટ કરવાની પણ ફરજ પડી શકે છે. રાત્રે 59444 ક્યૂસેક પાણી આવી રહ્યું હતું જે સવાર પડતા માતબર વધારો થયો હતો. સાબરમતિ બે કાંઠે થતાં સતલાસણા વડાલી રોડ બંધ કરવાની ફરજ પડી છે તો અમદાવાદ,ગાંધીનગર,ખેડા,અને મહેસાણા જિલ્લાને એલર્ટ આપ્યું.