આગામી તહેવારો,ગણપતિ ઉત્સવ અને ઇદ-એ-મિલાદ તહેવારને ધ્યાનમા રાખીને પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી.ડી.વાંદા સાહેબની અધ્યક્ષતામા શાન્તી સમિતીની મીટીંગનુ આયોજન કરવામા આવેલ.આ શાન્તી સમિતીની બેઠકમા ગામમાં કોમી એકતા અને શાન્તીપુર્ણ વાતાવરણ જાળળવા પર ભાર મુકવામા આવ્યો હતો.આ બેઠકમા હિન્દુ અને મુસ્લીમ એમ બન્ને સમાજના આગેવાનો,સ્થાનિક પોલીસ અધિકારીશ્રી/પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.