અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા શહેરની જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અંજાર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.આરોપી સુલેમાન ઉર્ફે બાબા, જેના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે,તે પોતાના મોજશોખ માટે નગરપાલિકાની સરકારી જમીન પર ગેરકાયદે ફાર્મ હાઉસ બનાવી બેઠો હતોપોલીસ દ્વારા નગરપાલિકા સાથે સંકલન કરી આ ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી જગ્યાને કાયમી અંજાર પોલીસ ચોકીનુ નિર્માણ શરૂ કરવામાં આવ્યુ છે.