છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. કંટેશ્વર ગામની ફરતે ઢાઢર નદીનું પાણી વહી રહ્યું છે. ઢાઢર નદીનું પાણી ખેતરોમાં પણ ઘૂસ્યું હતું. કંટેશ્વર ગામ એ સંખેડાને જોડે છે. ગામથી એક કિમી દૂર સુધી ઢાઢરના પાણી ગામમાં ઘુસી ગયા હતા. ગામમાં જવા માટેના બીજો કોઈ માર્ગ ન હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સંખેડા તરફથી કાંટેશ્વર જવા માટે પાણી ઉતારવાની રાહ ગામ લોકો જોતા હતા.