રાજકોટના હિરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટમાં સૌ પ્રથમવાર અતિ આધુનિક એઆઈ આધારિત હેલ્થ લોન્જ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ખાનગી હોસ્પિટલના સહયોગથી રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં માટે હેલ્થ લોન્જ શરૂ કરવામાં આવી છે.અતિ આધુનિક હેલ્થ લોન્જમાં રીઅલ ટાઈમ ઈલેકટ્રોનિક મેડીકલ રેકોર્ડ (ઈએમઆર) શેરિંગ સુવિધા ઉપલબ્ધ છે. ઘણી વખત ફલાઈટમાં મેડીકલ ઈમરજન્સી સમયે મુસાફરને તાત્કાલીક સુવિધા મળી શકશે.